For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી મહોત્સવ .......

03:27 PM Nov 07, 2022 IST | eagle
અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી મહારાજ નો શતાબ્દી મહોત્સવ

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી અમદાવાદના આંગણે થવાની છે. તેના માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 600 એકર જમીનમાંથી 200 એકર જમીનમાં યોજાનારા ગ્રાન્ડ ફીનાલે શતાબ્દી ઉત્સવમાં અનેકવિધ જોવાલાયક સ્થળો ઊભાં કરવામાં આવનાર છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમિયાન કરેલા કાર્યોથી માંડીને અનેકવિધ માહિતીસભર વાતો રજૂ કરવામાં આવશે. જેમાં પારિવારિક એકતાને મજબૂત અને સુદ્દઢ કેવી રીતે બનાવી શકાય તેમ જ વ્યસનમુક્તિના પ્રેરણારૂપી કિસ્સાંઓ વર્ણવવામાં આવશે. દરેક જોવાલાયક પ્રદર્શનમાંથી ભારોભાર પ્રેરણા, જ્ઞાન મળશે. આ મહોત્સવ અંગે સાધુ વિવેકજીવન સ્વામીએ કહ્યું કે, આ 30 દિવસનો માહોલ ફેસ્ટીવલ ઓફ ઇન્સ્પરીયન્સન (પ્રેરણા) આપતો રહેશે.આ નગરમાં ઊભાં કરવામાં આવેલા દિલ્હીના અક્ષરધામની પ્રતિકુતિ સમા અક્ષરધામ ઉપરાંત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ સહિતના રજૂ કરવામાં આવનાર પ્રદર્શન સહિતના જાતજાતના અને ભાતભાતના ઊભા કરવામાં આવનારા માહિતીસભર સ્થળો જોવામાં એક દિવસ ઓછો પડશે. તે જોવા માટે ઓછામાં ઓછાં બેથી ત્રણ દિવસ જોઇશે. નગરની મુલાકાતે દેશ-વિદેશથી મહાનુભાવો પધારશે. એટલું જ નહીં પરંતુ આવનારા આગતૂંકો તેમ જ ખાસ કરીને સિનિયર સિટીઝનથી માંડીને હરિભક્તો સહિતના લોકો માટે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અબુધાબીના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સહિત અનેક મહાનુભાવોએ પધારવા અંગે કન્ફર્મેશન આપી દીધું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો મહોત્સવનું ઉદ્દઘાટન કરવાના હોવાની પણ જાણકારી મળી છે. જોકે, આ બાબતે સંસ્થા તરફથી કોઇ સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ દેશ-વિદેશના મહાનુભાવો પધારવાના હોવાનું જણાવ્યું છે.

Advertisement