અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે અસમંજસ....
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આજથી ચાની કીટલીએ પેપર કપ જોવા નહીં મળે. અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે અસમંજસ જોવા મળી રહ્યો છે. પ્રતિબંધ મુદ્દે સત્તાધીશો અને અધિકારીઓ સામસામે જોવા મળી રહ્યા છે. પ્રતિબંધના નિર્ણયની સત્તાધીશો જ અજાણ છે. આજે અમદાવાદમાં કોઈ ચેકિંગ કામગીરી નહીં, જ્યારે પેપર કપ બનાવતા વેપારીઓએ પણ ચીમકી ઉચ્ચારી છે.અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રતિબંધ મુદ્દે સત્તાધિશો અને અધિકારીઓ સામસામે છે. સત્તાધીશો જ પ્રતિબંધના નિર્ણયથી અજાણ છે. આજે અમદાવાદમાં કોઈ ચેકિંગ કામગીરી નહીં. આ મામલે મેયરનું કહેવું છે કે, કમિશનર જાતે નિર્ણય લઈ શકે છે. સત્તાધીશો સાથે કોઈ ચર્ચા થઈ નથી. જ્યારે AMC કમિશનર હાલ વિદેશ ગયા છે. મેયર પરત ફરશે ત્યારે ફરી ચર્ચા થશે. આવામાં પ્રતિબંધ અંગે પુનઃવિચાર થઈ શકે છે. નોંધનીય છે કે, કીટલી પર આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ પેપર કપ અંગે માત્ર સમજાવશે. સોમવારે કમિશનરના પ્રવાસ બાદ કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવશે. ચાની કીટલી ધારકો અને વેપારીઓ હજી પણ અસમંજશમાં છે.