For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

અમદાવાદ-ભાવનગર ટ્રેનને 18મીએ વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપશે

11:10 PM Jun 25, 2022 IST | eagle
અમદાવાદ ભાવનગર ટ્રેનને 18મીએ વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપશે

અમદાવાદ બોટાદ ભાવનગર  શહેરની જનતા રાહ જોઈ રહી હતી તે અમદાવાદ ભાવનગર ટ્રેનનો તારીખ ૧૮ જૂન ને શનિવારથી પ્રારંભ થશે. વડાપ્રધાન મોદી લીલી ઝંડી આપી આ ટ્રેનને પ્રસ્થાન કરાવશે. બોટાદ સાબરમતી ગેજ કન્વર્ઝનના કારણે છેલ્લાં પાંચ વર્ષથી આ રૂટનો ટ્રેન વ્યવહાર બંધ હતો. બોટાદથી સાબરમતી સ્ટેશન સુધી  મીટર ગેજમાંથી બ્રોડગેજ લાઇનમાં પરિવર્તન કરવા માટે ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૭થી ભાવનગર વાયા બોટાદ અમદાવાદ ટ્રેન બંધ કરવામાં આવ્યો હતો. ચાર વર્ષે ગેજ પરિવર્તન કામ પૂર્ણ થયું હતું ગત જુલાઇમાં પ્રથમવાર ટ્રેક ટેસ્ટિંગ કરાયું હતું. નવેમ્બરથી માલગાડી દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું તમામ સ્તરે ટેસ્ટિંગ કાર્ય સફળ રીતે પૂરું થવા છતાં લોકાર્પણના વાંકે છ માસ કરતા વધુ સમયથી પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવી ન હતી.

આખરે અમદાવાદ ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન શરૂ થવા જઇ રહી છે. વડાપ્રધાન મોદી પાવાગઢ વડોદરાના કાર્યક્રમમાં આવવાના છે આથી ૧૮મીના રોજ તેમના હસ્તે અમદાવાદ-ભાવનગર ટ્રેન દોડાવવા માટે લીલીઝંડી અપાશે તેમ રેલ્વે સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.જો કે આ અંગે  રેલ તંત્રએ સત્તાવાર સમર્થન આપ્યું નથી પરંતુ રેલ અધિકારીઓ ટ્રેન દોડાવવા માટેની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે.

Advertisement