For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

અમૃતસરમાં સ્વર્ણ મંદિર પાસે 36 કલાકમાં બે બ્લાસ્ટ....

10:48 AM May 08, 2023 IST | eagle
અમૃતસરમાં સ્વર્ણ મંદિર પાસે 36 કલાકમાં બે બ્લાસ્ટ

ચંડીગઢ: પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલની હેરીટેજ સ્ટ્રીટ પર આજે સોમવારે સવારે ફરી વાર ધમાકો થયો છે. છેલ્લા 36 કલાકમાં બ્લાસ્ટ થવાની આ બીજી ઘટના છે. શનિવારે લગભગ 12 કલાકે સારાગઢી પાર્કિગ નજીક એક ધમાકો થયો હતો.જેમાંથી એક રેસ્ટોરન્ટની બારીઓના કાચ તૂટીને રસ્તા પર આવી ગયા હતા અને અમુક લોકો ઘાયલ પણ થયા હતા. કહેવાય છે કે, આજે સવારે લગભગ છ કલાકે પણ હેરિટેજ સ્ટ્રીટ પર ધમાકો થયો. પોલીસના ટોચના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે.આ બ્લાસ્ટ પણ સારાગઢી પાર્કિંગની નજીકમાં થયો હોવાનું કહેવાય છે. બ્લાસ્ટની આ બંને ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચેલો છે અને લોકો ડરેલા છે. આ દરમ્યાન પોલીસે શાંતિ અને સદ્ભાવ બનાવી રાખવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. તેમણે લોકોને સોશિયલ મીડિયા પર કંઈ પણ શેર કરતા પહેલા તથ્યોની તપાસ કરવા આગ્રહ કર્યો છે અને કહ્યું કે, સ્થિતી નિયંત્રણમાં છેસવારે થયેલા આ બ્લાસ્ટ બાદ પોલીસ કમિશ્નર નૌનિહાલ સિંહ ખુદ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને બોમ્બ સ્કોવ્ડને પણ સતર્ક કરી દીધા છે. શહેરના સીવરની ગટરોમાં પણ ચેટીંગ ચાલી રહ્યા છે. ઘટનાસ્થળેથી અમુક શંકાસ્પદ વસ્તુઓ મળી છે. જેની તપાસ ફોરેન્સિક ટીમ કરી રહી છે. પોલીસની ટીમે ડોગ સ્ક્વોડની સાથે તપાસ અભિયાન હાથ ધર્યું છે. આ દરમ્યાન બોમ્બ સ્કોવ્ડ પણ હાજર છે.

Advertisement