For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

અસહ્ય ઉકળાટ,મોંઘવારીના કકળાટ વચ્ચે મૂનલાઈટની મોજ..??!!

10:05 PM May 14, 2022 IST | eagle
અસહ્ય ઉકળાટ મોંઘવારીના કકળાટ વચ્ચે મૂનલાઈટની મોજ
ચંદ્રમાની રાતની રાજયના પાટનગર વાસીઓ અનુભૂતિ કરી શકે અને પ્રકૃતિ-નિસર્ગ તરફ લગાવ થાય તેવા ઉમદા આશયથી રાજય સરકારની પ્રેરણા હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, ગાંધીનગર દ્વારા મૂન લાઇટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી. આ મૂન લાઇટનો કાર્યક્રમ તા.૧૬મી મે, ૨૦૨૨  રોજ યોજાશે. તેમજ તા. ૧૬ મી મે, ૨૦૨૨ના રોજ રાતના ચાંદની પ્રકાશમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સેન્ટ્રલ વિસ્ટા ખાતે કરવામાં આવ્યું છે.
                 આજના આધુનિક યુગમાં નાના બાળકો વીજળીથી ચાલતા બલ્બના પ્રકાશમાં ચાંદની રાતનું આકાશનું સૌદર્ય નિહાળવાનું ભુલી ગયા છે.ચંદ્રમાની રાતમાં આકાશને નિહાળી તેની સુંદરતાની અનુભૂતિ કરવાનો પણ એક જીવનમાં લહાવો હોય છે. પૂનમની રાતના આકાશની સુંદરતા ચંદ્રમાના પ્રકાશમાં વઘુ નીખરતી હોય છે. પૂનમની રાત્રિના એક દિવસ આગળ અને એક દિવસ પાછળ ચંદ્રમાનો પ્રકાશ ખૂબ જ હોય છે. આ દરમ્યાન અનેક ખગોળીય નજારા સરળતાથી જોઇ શકાય છે. એટલે જ વીજળીના બચાવ, પ્રદૂષણ ઘટાડવા અને કુદરતના અનેરા સૌદર્યને નગરના નાના ભુલકાઓથી માંડી વડીલો નિહાળી  શકે એ માટે ગાંધીનગર ખાતે તા. ૧૬મી મે, ૨૦૨૨ ના રોજ મૂન લાઇટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
               મૂનલાઇટ કાર્યક્રમ દરમ્યાન ગાંધીનગર શહેરના વાસીઓ પોતાના ઘરના ઘાબા પરથી પણ અનુભૂતિ કરી શકે તે માટે તા. ૧૬મી મે, એટલે કે પૂનમના રોજ રાત્રિએ ગાંધીનગર શહેરના મુખ્ય માર્ગો સિવાયની તમામ સ્ટ્રીટ લાઇટ રાતના ૯ થી ૧૨ કલાક દરમ્યાન બંઘ રાખવામાં આવશે. નગરના તમામ સેકટરોના આંતરિક માર્ગો ચંદ્રમાના પ્રકાશથી ઘ્યાનકર્ષિત બની જશે.  નગરના સેકટરોના આંતરિક માર્ગોની લાઇટ બંઘ થતાં કોઇ અન્છિનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ ત્રણ કલાક દરમ્યાન સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. આ અનેરા કાર્યક્રમમાં સર્વે નગરજનોને જોડાવા માટે જિલ્લા પ્રશાસન, ગાંધીનગરે સૌને વિનંતી કરે છે.
આ બેઠકમાં મહાનગરપાલિકાના કમિશનર શ્રી ર્ડા. ઘવલ પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી રીતુ સિંગ, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી મોડિયા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
Advertisement