'અસાની' ગંભીર 'ચક્રવાતી વાવાઝોડા'માં ફેરવાયું
01:02 PM May 09, 2022 IST | eagle
દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘અસાની’ આગામી 24 કલાકમાં ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, માછીમારોને 9 મેના રોજ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં, 9 અને 10ના રોજ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં અને 10 મેથી 12 મે સુધી ઉત્તર પશ્ચિમ ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે અસાનીની ગતિ અને તીવ્રતાની આગાહીમાં જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન બુધવારે તીવ્ર ચક્રવાતી તોફાનમાં બદલાવવા અને ગુરુવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. ચક્રવાત પૂર્વ કિનારે સમાંતર આગળ વધશે અને મંગળવાર સાંજથી વરસાદનું કારણ બનશે.
Advertisement