For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટ ની રોક....

01:52 PM Feb 15, 2024 IST | eagle
ઈલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટ ની રોક

ચૂંટણી બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, 5 જજોની બેન્ચે મોટો નિર્ણય આપ્યો છે. CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની 5 જજોની બંધારણીય બેંચે કહ્યું કે દેશના નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે સરકારના પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે, ઈલેક્ટોરલ બોન્ડને સૂચનાના અધિકારોનું હનન બતાવ્યું છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે કહ્યું કે, કોર્ટ માને છે કે અનામી ચૂંટણી બોન્ડ માહિતી અધિકાર (RTI) અને કલમ 19(1)(A)નું ઉલ્લંઘન છે. બંધારણીય બેંચમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની સાથે જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.ઈલેક્ટોરલ બોન્ડની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. CJI ચંદ્રચુડે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો. CJIએ કહ્યું કે, અમારી સામે સવાલ એ હતો કે શું રાજકીય પક્ષોના ફંડિંગને પણ RTI હેઠળ આવરી લેવામાં આવશે? CJI ચંદ્રચુડે કહ્યું કે, અમારી (બંધારણ બેંચ) પાસે બે મત છે, પરંતુ નિષ્કર્ષ એક જ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે સરકારના પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે.

Advertisement