For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ઉત્તર ભારતનાં અનેક સ્થળોએ તાપમાન શૂન્યથી ઓછું....

10:50 AM Dec 28, 2022 IST | eagle
ઉત્તર ભારતનાં અનેક સ્થળોએ તાપમાન શૂન્યથી ઓછું

ઉત્તર ભારતમાં ગઈ કાલે અનેક જગ્યાએ મિનિમમ તાપમાન શૂન્ય કરતાં પણ નીચું ગયું હતું. અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ પણ છવાયું હતું. આ વિસ્તારો ગઈ કાલે પણ ઠંડાગાર રહ્યા હતા.

દિલ્હીમાં મિનિમમ તાપમાન ૫.૬ ડિગ્રી નોંધાયું હતું અને સાથે જ ગાઢ ધુમ્મસ છવાયું હતું, જેના કારણે રેલવે સર્વિસને અસર થઈ હતી. દિલ્હીમાં અયાનગરમાં સૌથી નીચું ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

લદાખમાં લેહમાં મિનિમમ તાપમાન માઇનસ ૧૧ ડિગ્રી નોંધાયું હતું.શ્રીનગરમાં ગઈ કાલે સવારે મિનિમમ તાપમાન માઇનસ ૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે જમ્મુ સિટીમાં તાપમાન ૨.૫ ડિગ્રી રહ્યું હતું. પહેલગામમાં માઇનસ ૬.૭, જ્યારે ગુલમર્ગમાં મિનિમમ તાપમાન માઇનસ ૫.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.રાજસ્થાનના ચુરુમાં ૦.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશના ફુરસતગંજમાં સૌથી ઓછું ૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.ઉત્તરાખંડમાં બારકોટ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે ઠંડુંગાર સ્થળ રહ્યું હતું.

Advertisement