E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

એલોન મસ્કે વિકસાવી માણસો ના મગજ ને કંટ્રોલ કરતી ખાસ ચિપ ...

12:13 PM Jul 11, 2024 IST | eagle

અમેરિકન અબજોપતિ બિઝનેસમેન એલોન મસ્ક ટેક્નોલોજી સેક્ટરમાં હંમેશા કંઈક નવું કરતા રહે છે. તેમની કંપની ઘણા જુદા જુદા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને ‘ન્યુરાલિંક’ તેમાંથી એક છે. આ કંપની ન્યુરલ ઈન્ટરફેસ ટેક્નોલોજી પર કામ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ કંપની માનવ મગજ સાથે સંબંધિત ટેક્નોલોજી પર કામ કરી રહી છે. તેના પહેલા દર્દી બાદ હવે આ કંપની બીજા દર્દીનું મગજ ચિપ દ્વારા ટેસ્ટ કરવા જઈ રહી છે.ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક બુધવારે જણાવ્યું હતું કે, ન્યુરાલિંક તેના બીજા દર્દીના પરીક્ષણ સાથે આગળ વધી રહી છે. કારણ કે, મગજ અને કોમ્પ્યુટરને જોડતી ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લાઇવ સ્ટ્રીમ દરમિયાન, એલોન મસ્ક અને ન્યુરાલિંક ટીમે મગજ ટ્રાન્સપ્લાન્ટને વ્યાપકપણે ઉપલબ્ધ કરાવવામાં કંપનીની પ્રગતિ સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા.અગાઉ જાન્યુઆરીમાં ન્યુરાલિંકે આ ઉપકરણને વ્યક્તિના મગજમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. આ વ્યક્તિ ડાઇવિંગ કરતી વખતે એક અકસ્માતમાં ખભાથી નીચે લકવાગ્રસ્ત હતો. ન્યુરાલિંકમાં પ્રત્યારોપણ કર્યા પછી, આ વ્યક્તિ ચેસ, વિડિયો ગેમ્સ રમતી હતી અને તેના મગજથી કમ્પ્યુટર સ્ક્રીનને નિયંત્રિત કરતી હતી.

Next Article