For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

એશિયા કપમાં ભારતની તમામ મૅચો શ્રીલંકામાં રમાશે એ નક્કી....

04:15 PM Jul 11, 2023 IST | eagle
એશિયા કપમાં ભારતની તમામ મૅચો શ્રીલંકામાં રમાશે એ નક્કી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કાર્યવાહક અધ્યક્ષ ઝાકા અશરફ આ અઠવાડિયે ડર્બનમાં આઇસીસીની મીટિંગમાં ભારતમાંના આગામી વર્લ્ડ કપની બાબતમાં પોતે જે હઠ પકડી છે એનો પુનરુચ્ચાર કરશે.પાકિસ્તાનમાં રમાનારા એશિયા કપમાં ભારત અસલામતીના કારણસર પોતાની ટીમ નહીં મોકલે અને ભારતની તમામ મૅચો શ્રીલંકામાં રમાશે એ નક્કી થઈ જતાં પાકિસ્તાને હવે ભારતમાં રમનારા વર્લ્ડ કપને વિવાદના વમળમાં સપડાવવાનું નક્કી કર્યું છે. ઝાકા શરીફ આઇસીસીની બેઠકમાં એવી રજૂઆત કરશે કે ‘ભારત જો પોતાની ટીમને પાકિસ્તાનમાં રમવા મોકલવા તૈયાર નથી તો અમે પણ વર્લ્ડ કપ માટે અમારી ટીમને ભારત મોકલવા રાજી નથી. ભારતને એશિયા કપની મૅચો ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમવી છે, તો અમે પણ વિશ્વકપની અમારી મૅચો તટસ્થ સ્થળે જ રમાય એવો આગ્રહ નહીં છોડીએ.’

Advertisement