For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

કાતિલ ઠંડીના પ્રકોપને ધ્યાને રાખીને સવારે શાળાનો સમય લંબાવવો જરૂરી

10:40 PM Jan 07, 2023 IST | eagle
કાતિલ ઠંડીના પ્રકોપને ધ્યાને રાખીને સવારે શાળાનો સમય લંબાવવો જરૂરી

ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાત પણ ઉત્તરીય શીતલહેરને પગલે ઠંડાગાર થઈ જતાં રોજિંદા સામાન્ય
જનજીવન પણ ખૂબ પ્રભાવિત થયું છે. ઠંડીનો પ્રકોપ ધ્યાને રાખી તંત્ર દ્વારા સવારની પાળીની શાળાઓના
સમયમાં ફેરફાર કરી શાળાઓ એકાદ કલાક મોડી શરૂ થાય તે માટેનું આયોજન ગોઠવવા વાલીઓએ
લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.
છેલ્લાં કેટલાક દિવસોથી ઉત્તર ભારતમાંથી પ્રસરેલી ઠંડી લહેરોને કારણે દેશભરમાં કાતિલ ઠંડી
અનુભવાઈ રહી છે. લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો અને વાદળછાયા વાતાવરણ, ધુમ્મસને પગલે રોજિંદા જનજીવન પર ભારે અસર જોવા મળી રહી ચે. ઉત્તરીય રાજ્યોમાં તો ઠંડીને કારણે મૃત્યુના
બનાવો પણ વધ્યા છે. ગુજરાત પણ ઠંડુગાર થયું છે. વનરાજી અને ખુલ્લા વિસ્તાર હોવાને લીધે પાટનગર ગાંધીનગરમાં રહીશો કાતિલ ઠંડીથી થથરી રહ્યા છે. વહેલી સવારે અને સમી સાંજ પછી ઠંડીનું જોર
વધતા શહેર સૂમસામ બની જાય છે. લોકો શરદી-સળેખમનો ભોગ બની રહ્યા છે. જેમાં બાળકો અને વડીલોની સંખ્યા વધુ છે ત્યારે બાળકો અને તેમને શાળાએ લેવા-મૂકવા જનાર વાલીઓને પણ ઠંડીના
પ્રકોપથી બચવા માટે સવારની પાળીની શાળાઓના સમયમાં ફેરફાર કરી મોડી શરૂ કરવામાં આવે તે જરૂરી હોઈ તંત્રએ આ દિશામાં યોગ્ય કરવાની જરૂર છે.

Advertisement