For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

કેનેડામાં ડિપોર્ટેશનના ખતરાથી ભારતીય સ્ટુડન્ટ્સની ઉંઘ હરામ....

11:26 AM Aug 29, 2024 IST | eagle
કેનેડામાં ડિપોર્ટેશનના ખતરાથી ભારતીય સ્ટુડન્ટ્સની ઉંઘ હરામ

કેનેડામાં ભારતીય સ્ટુડન્ટ માટે જે હનીમૂન પિરિયડ હતો તે કદાચ પૂરો થઈ ગયો છે એવું લાગે છે. કેનેડાની સરકાર ઈમિગ્રેશનથી પરેશાન છે અને તેણે વિદેશના સ્ટુડન્ટ્સને એક રીતે ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે. વિદેશી સ્ટુડન્ટ્સ માટે કેનેડામાં લાંબો સમય ટકવું મુશ્કેલ છે અને હજારો સ્ટુડન્ટ માટે ડિપોર્ટેશનનો ખતરો પેદા થયો છે. આ દરમિયાન ભારતના સ્ટુડન્ટ જેઓ કેનેડામાં મોટા સપના જોઈને આવ્યા હતા, જેમણે કેનેડામાં એજ્યુકેશન માટે લોન લીધી છે, જેમના પરિવારોએ જમીન વેચી નાખી છે, તેઓ સતત ચિંતામાં છે અને કોઈ પણ રીતે કેનેડામાં ટકી રહેવા માટે મથામણ કરી રહ્યા છે.એક અંદાજ પ્રમાણે ચાલુ વર્ષના અંત સુધીમાં કેનેડામાંથી લગભગ 70 હજાર સ્ટુડન્ટને ડિપોર્ટ કરવામાં આવશે, તેમને ક્યાંય જોબમાં સમાવવામાં નહીં આવે અને તેમાં મોટા ભાગના ભારતીયો હશે. તેના કારણે ભારતીય સ્ટુડન્ટ્સ કેનેડાના ઘણા શહેરોમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે. તેમને લાગે છે કે આમ કરવાથી કેનેડાની સરકાર પ્રેશરમાં આવશે અને તેમને રાહત મળશે.

Advertisement