કેન્દ્ર સરકારે કર્મચારીઓના 8મા પગાર પંચને મંજૂરી આપી....
ગુરુવારે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચને મંજૂરી આપી છે. આ કમિશનની ભલામણો વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું- સાતમું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, તેની ભલામણો 2026 સુધી ચાલુ રહેશે. કેન્દ્ર સરકારે શ્રી હરિકોટા ખાતે ત્રીજા લોન્ચ પેડને મંજૂરી શ્રી હરિકોટા ખાતે ત્રીજા લોન્ચ પેડને પણ મંજૂરી આપી દીધી છે. હાલમાં આ સુવિધામાં 2 લોન્ચ પેડ છે. આ બે લોન્ચ પેડ પરથી અત્યાર સુધીમાં 60થી વધુ લોન્ચ કરવામાં આવ્યા છે. ત્રીજું લોન્ચ પેડ બનાવીને સેટેલાઇટ અને સ્પેસ ક્રાફ્ટ લોન્ચની સંખ્યા વધારી શકાય છે. આ સાથે ભારત તેના જરૂરી પ્રક્ષેપણ મિશનને પૂર્ણ કરી શકશે અને વૈશ્વિક માગને પણ પહોંચી શકશે. કેબિનેટનો આ નિર્ણય ન્યૂ જનરેશન લૉન્ચ વ્હીકલ પ્રોગ્રામને આગળ વધારવામાં મદદ કરશે. આ લોન્ચ પેડ 3985 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.
કેન્દ્ર સરકાર દર 10 વર્ષે નવું પગારપંચ લાવે છે. હાલમાં 7મું પગાર પંચ ચાલી રહ્યું છે, તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે 8મું પગાર પંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે. 1.92ના ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને 8મા પગાર પંચનું પે મેટ્રિક્સ તૈયાર કરવામાં આવશે. તેને આ રીતે સમજો- કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારના 18 સ્તર છે. લેવલ-1 કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે અને ગ્રેડ પે 1800 રૂપિયા છે. 8મા પગાર પંચ હેઠળ તેને વધારીને 34,560 રૂપિયા કરી શકાય છે. એ જ રીતે કેન્દ્ર સરકારમાં કેબિનેટ સચિવ સ્તરના અધિકારીઓને લેવલ-18 હેઠળ મહત્તમ 2.5 લાખ રૂપિયાનો બેઝિક પગાર મળે છે. આ વધીને અંદાજે 4.8 લાખ રૂપિયા થઈ શકે છે.