For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

કોરોના વાયરસના સંક્રમણને કારણે ચીનમાં ફરી એકવાર હોબાળો...

10:58 AM Dec 22, 2022 IST | eagle
કોરોના વાયરસના સંક્રમણને કારણે ચીનમાં ફરી એકવાર હોબાળો

ચીનની હોસ્પિટલોમાં પણ ICU બેડની અછત છે. દવાની દુકાનોમાં લાંબી કતારો જોવા મળી રહી છે.કોરોના વાયરસના સંક્રમણને કારણે ચીન માં ફરી એકવાર હોબાળો મચી ગયો છે. અહીં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોનાના કેસોમાં ઉછાળાનું કારણ ઝીરો કોવિડ પોલિસીમાં આપવામાં આવેલી છૂટછાટને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઈ રહ્યો છે. કેટલાક ડૉકટરો કોરોના પોઝિટિવ હોવા છતાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે.દવાની અછતને કારણે તેના ભાવમાં અનેકગણો વધારો થયો છે. હાલમાં ચીનમાં એક કોરોના સંક્રમિત અન્ય 16 લોકોને સંક્રમિત કરી રહ્યો છે. વૃદ્ધોને કોરોનાથી સૌથી વધુ જોખમ છે અને તે ચીન માટે પણ ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે હજુ પણ ઘણા વૃદ્ધોને રસી આપવામાં આવી નથી. નિષ્ણાતોના મતે, જો સ્થિતિ આવી જ રહી તો 2023 સુધીમાં ચીનમાં કોરોનાના કારણે 10 લાખથી વધુ લોકોના મોત થશે.

Advertisement