E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

ગાંધીનગરમાં આ તારીખે ઉમેદવારી પત્ર ભરશે ગૃહમંત્રી અમિત શાહ

10:08 PM Apr 06, 2024 IST | eagle

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવા માટે ગાંધીનગર પધારશે. માહિતી મુજબ, ગૃહમંત્રી અમિત શાહ 18 અથવા 19 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરી શકે છે. ત્યારે 17 એપ્રિલના રોજ સંસદીય વિસ્તારમાં અમિતભાઈ શાહ રોડ શૉ (Road Show) પણ કરે તેવા અહેવાલ છે.

લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ પ્રચારનો ઘમઘમાટ શરૂ કરી દીધો છે. ત્યારે, પાર્ટીના દરેક ઉમેદવાર પોતપોતાના વિસ્તારમાં સતત જનસંપર્ક કાર્યક્રમ કરી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણી માહોલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી બીજેપીના ઉમેદવાર અમિતભાઈ શાહ 18 અને 19 એપ્રિલના રોજ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે એવી માહિતી મળી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 એપ્રિલે પોતાના સંસદીય વિસ્તારમાં રોડ શો પણ યોજી શકે છે. સાથે જ ઉમેદવારી પત્ર ભરતાં પહેલા અમિતભાઈ શાહ જનસભા પણ સંબોધી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈ મતવિસ્તારમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે ‘અબકી બાર 400 પાર’ ના લક્ષ્ય સાથે બીજેપીએ ચૂંટણી કવાયત હાથ ધરી છે.

Next Article