For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગાંધીનગરમાં ચાર દિવસ હીટ વેવની આગાહી

12:41 AM Mar 27, 2022 IST | eagle
ગાંધીનગરમાં ચાર દિવસ હીટ વેવની આગાહી

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજથી ચાર દિવસ દરમ્યાન હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં તાપમાન વધવાની આગાહી કરી છે, જેથી ગુજરાતના નાગરિકોએ ગરમીમાં શેકાવાની તૈયારી રાખવી પડી શકે છે. આ વિસ્તારોમાં બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ૨૭ માર્ચે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, કચ્છ જિલ્લા અને દીવમાં હીટ વેવ કન્ડિશન રહેશે. ૨૮ માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી જિલ્લા અને દીવમાં હીટ વેવ રહેશે.

Advertisement