For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગાંધીનગરમાં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી....

12:37 PM Jul 01, 2024 IST | eagle
ગાંધીનગરમાં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના તમામ શહેરને મેઘરાજાએ ધમરોળ્યું છે. રાજ્યમાં ભારે વરસાદ બાદ તંત્રએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને ગાંધીનગર(Gandhinagar)માં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલી પાડી છે. સાથે જ ભારે વરસાદમાં અનેક શહેરોમાં ભૂવા પડવા, રસ્તા ધોવાયા અને પૂલ ધરાશાયી થયાના બનાવો વધ્યા છે. ત્યારે હવે ગાંઘીનગરના સેક્ટર 2ડી અને ઘ માર્ગ પર ભૂવો પડ્યો છે.રાજ્યનું પાટનગર ગાંઘીનગર ભુવાનગરી બન્યુ છે અને સેક્ટર 2ડી પાસે કાર ભુવામાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકો આ દ્રશ્યો જોઈને ચિંતામાં મુકયા છે. ભુવામાં મસમોટી કાર ગરકાવ થવાના દ્રશ્યો જોઈને લોકો તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠાવતા જોવા મળ્યા છે.

Advertisement