ગાંધીનગર કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ
ગાંધીનગર કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં કર્મચારીઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાઇ 21 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની નિમણૂંક કરાઈ હતી. પાલિકા દ્વારા કરવામાં આવેલી 21 MPHWની ભરતીનું રીઝલ્ટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 21 સફળ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે જનરલ કેટેગરીમાં 20, SEBC કેટેગરીમાં 10, EWS કેટેગરીમાં 4, SC કેટેગરીમાં 2 અને ST કેટેગરીમાં 6 ઉમેદવાર મળીને કુલ 42 ઉમેદવારોની પ્રતિક્ષા યાદી પણ જાહેર કરવામાં આવી છે.
ભરતીમાં સફળ થયેલા તમામ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરીને તેમને હાજર થવાના ઓર્ડર પણ કરવામાં આવ્યા છે. આ અગાઉ કોર્પોરેશન દ્વારા 4 ફાર્માસિસ્ટ, 5 લેબ ટેકનિશિયન્સ અને 24 ફિમેલ હેલ્થ વર્કરસની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને નિમણૂંક આપવામાં આવી હતી. હવે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં આરોગ્ય વિભાગની ચાર કેડરની ભરતી પૂર્ણ કરી દેવામાં આવી છે.