For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિઘાનસભા મતવિભાગમાં આજથી ઉમેદવારી પત્ર ભરવાનો આરંભ

12:44 PM Nov 10, 2022 IST | eagle
ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિઘાનસભા મતવિભાગમાં  આજથી ઉમેદવારી પત્ર ભરવાનો આરંભ

ગાંધીનગર જિલ્લામાં આજથી પાંચ વિઘાનસભા મતવિભાગમાં ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોના ચૂંટણી ઉમેદવારી પત્રો ભરવાનો આરંભ થશે. ઉમેદવારી પત્ર તા. ૧૦ થી ૧૭ મી નવેમ્બર, ૨૦૨૨ સુઘી ( જાહેર રજા સિવાય) મળી શકશે. ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્ર મેળવવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરવાનો સમય સવારના ૧૧.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક દરમ્યાન રાખવામાં આવ્યો છે.
દહેગામ વિઘાનસભા મતદાર વિભાગ માટેના ઉમેદવારી પત્ર ૩૪- દહેગામ વિઘાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી, ગાંધીનગર, પ્રથમ માળ, તાલુકા સેવા સદન, દહેગામ અથવા મદદનીશ ચુંટણી અધિકારી અને મામલતદાર, દહેગામ, મામલતદાર કચેરી, પ્રથમમાળ, તાલુકા સેવા સદન, દહેગામ સમક્ષ ઉપરોક્ત તારીખ અને સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે.
ગાંધીનગર(દ) વિઘાનસભા મતદાર વિભાગ માટેના ઉમેદવારી પત્ર ૩૫- ગાંધીનગર(દ) વિઘાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેકટર સ્ટેમ્પ ટયુટી, ગાંધીનગર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૩૫- ગાંધીનગર(દ) વિઘાનસભા વિભાગ અને તાલુકા વિકાસ અધિકારી, ગાંધીનગર નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટીની ચેમ્બર, બીજો માળ, જિલ્લા સેવા સદન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે ઉપરોક્ત તારીખ અને સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે.
ગાંધીનગર(ઉ) વિઘાનસભા મતદાર વિભાગ માટેના ઉમેદવારી પત્ર ૩૬- ગાંઘીનગર(ઉ)ના વિઘાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, ગાંધીનગર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૩૬- ગાંઘીનગર(ઉ) વિઘાનસભા મતદાર વિભાગ અને મામલતદારશ્રી, ગાંધીનગર સમક્ષ પ્રાંત અધિકારીની કચેરી જિલ્લા સેવા સદન, બીજો માળ, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે ઉપરોક્ત તારીખ સમય મર્યાદામાં રજૂ કરવાનો રહેશે.
માણસા વિઘાનસભા મતદાર વિભાગ માટેના ઉમેદવારી પત્ર ૩૭- માણસા વિઘાનસભા મતદાર વિભાગ, ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર, જમીન સુઘારણા, ગાંધીનગર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૩૭- માણસા વિઘાનસભા મતદાર વિભાગ અને મામલતદાર, માણસાને માણસા કચેરી, ચારવડ પાસે, માણસા ખાતે ઉપરોક્ત તારીખ અને સમય મર્યાદામાં રજૂ કરવાનો રહેશે.

Advertisement