For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

06:22 PM Jun 22, 2023 IST | eagle
ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમ આજરોજ જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી ૩૦ પ્રશ્નોની રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી હતી. જેમાંથી ૨૯ પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો.
નાગરિકોના પ્રશ્નોની સરળતાથી અને ઝડપી ઉકેલ માટે રાજયભરમાં એક દાયકાથી સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ દ્રિસ્તરીય સ્વાગત કાર્યક્રમ તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાય છે. આજે ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાના અઘ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં લોક સમસ્યાને વાચા આપતાં વિવિઘ પ્રશ્નો સાથે સાથે દબાણ, જમીન સર્વે, જમીન સંલગ્ન અને નિતી વિષયક ન હોય તેવા પ્રશ્નોની રજૂઆત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ થકી જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ સર્વે અરજદારોની વાત તેમના સ્વમુખે સાંભળી હતી. જે પ્રશ્નની રજૂઆત થાય તે અંગે સંબંઘિત અધિકારીશ્રીઓ પાસે તેનો ખુલાસો સાંભળ્યો હતો. તેમજ અરજદારોના પ્રશ્નનો ઉકેલ શકય હોય તેટલો ઝડપી થાય તે માટે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. મોટાભાગના પ્રશ્ના ઉકેલનો સમય એક સપ્તાહ થી એક માસ દરમ્યાનનો રહ્યો હતો. આ કાર્યક્રમમાં ૩૦ અરજદારો દ્વારા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાંથી ૨૯ પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો. એક પ્રશ્ન પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, જિલ્લા પોલીસ વડા શ્રી તરૂણ દુગલ, અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોષી, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ મોડિયા સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

Advertisement