For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગાંધીનગર ને ફરી થી હરિયાળું બનાવવા માટે વન વિભાગે શરૂ કરી વૃક્ષો વાવવાની ઝૂંબેશ....

11:22 AM Dec 08, 2023 IST | eagle
ગાંધીનગર ને ફરી થી હરિયાળું બનાવવા માટે વન વિભાગે શરૂ કરી વૃક્ષો વાવવાની ઝૂંબેશ

વિકાસ અને નવી નવી યોજનાઓમાં ધેરાયેલા પાટનગર ગાંધીનગરને હરિત બનાવવા માટે વન વિભાગે પ્રયાસ શરૃ કર્યા છે. એકતરફ સરકારના વિભાગો પ્રોજેક્ટ્સ પાર પાડવા માટે આડેધડ વૃક્ષો કાપી રહ્યાં છે ત્યારે આ વિભાગે ત્રણ વર્ષમાં ૧૪ લાખ વૃક્ષો વાવીને ઉચિત કામગીરી કરી છે.૩૦ વર્ષ પહેલાં ગાંધીનગરને ગ્રીન સિટીનું બિરૃદ મળ્યું હતું પરંતુ સરકારના વિભાગો દ્વારા સિમેન્ટ-કોંક્રિટના જંગલો ઉભા કરવા ગ્રીનરીને ખતમ કરી દેવામાં આવી હતી. માર્ગો પહોળા કરવા, પીવાના પાણી, વરસાદી પાણી અને ગટરની લાઇનો નાંખવા તેમજ સરકારી ઇમારતો ઉભી કરવા માર્ગ-મકાન સહિત સંલગ્ન વિભાગોએ વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે.
સરકારના વિભાગોએ શહેરમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૩૦ હજારથી વધુ વૃક્ષો કાપી નાંખ્યા છે. હવે શહેરને હરિયાળું બનાવવા માટે વન વિભાગે ફરીથી વૃક્ષો વાવવાની ઝૂંબેશ શરૃ કરી ત્રણ વર્ષમાં ૧૫૦૦ હેક્ટર વિસ્તારમાં ૧૪ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે.
ગ્રીન સિટીનો ગુમાવેલો દરજ્જો પાછો લેવા માટે વન વિભાગે આ પ્રયાસ શરૃ કર્યો છે.

Advertisement