ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યવસાય અને વાહનવેરા માટે નવું સોફ્ટવેર લોન્ચ
06:57 PM Jan 16, 2025 IST
|
eagle
ગાંધીનગર મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વેરા વિભાગ દ્વારા ફેશલેસ, કેશલેસ અને પેપરલેસ પદ્ધતિ પર આધારિત નવી સોફ્ટવેર વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા નાગરિકો વ્યવસાયવેરા અને વાહનવેરા સંબંધિત તમામ સેવાઓનો લાભ ઓનલાઈન મેળવી શકશે.નાગરિકો મહાનગરપાલિકાની વેબસાઈટ www.gandhinagarmunicipal.com પર જઈને https://services.gandhinagarmunicipal.com પોર્ટલ દ્વારા વેરાની ચુકવણી કરી શકે છે. ઓનલાઈન પેમેન્ટ માટે ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI અને નેટ બેંકિંગની સુવિધા ઉપલબ્ધ છે. વ્યવસાયધારકો નવી નોંધણી અને અન્ય સુધારા-વધારા માટેની અરજી પણ ઓનલાઈન કરી શકશે. વળી, વાહન ડીલર્સ નોંધણી બાદ ગાંધીનગરમાં વેચાતા વાહનોના આજીવન વેરાની ચુકવણી પણ કરી શકશે.
Next Article