For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગાંધીનગર RTOમાં અરજદારને બદલે એજન્ટે ટેસ્ટ આપતા વિવાદ.....

01:04 PM Feb 25, 2022 IST | eagle
ગાંધીનગર rtoમાં અરજદારને બદલે એજન્ટે ટેસ્ટ આપતા વિવાદ

ગાંધીનગર આરટીઓ કચેરીમાં ગત રોજ બપોરના સમયે ડ્રાઇવીંગ ટ્રેક ઉપર બલાલ થઇ હતી. અમદાવાદના એજન્ટે તેની પાસે આવેલા અરજદારની જગ્યાએ પોતે ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા કારમા બેસી ગયો હતો અને ટેસ્ટ આપ્યો હતો. પરંતુ આ બાબતની સ્થળ ઉપર હાજર અધિકારીઓને જાણ થતા એજન્ટ સાથે બબાલ કરી હતી અને પોલીસ પણ બોલાવી લીધી હતી. જોકે, મહત્વની બાબત એ છેકે, કચેરીની 100 મીટર ત્રિજ્યામા એજન્ટો માટે પ્રતિબંધ છે, છતા કેવી રીતે ટ્રેક સુધી પહોંચી ગયો?

ગાંધીનગર આરટીઓ કચેરીમાં બુધવારે બપોરના સમયે અમદાવાદનો એજન્ટ તેની પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવવા આવેલા અરજદારની જગ્યાએ ટેસ્ટ આપવા કારમાં બેસી ગયો હતો. જ્યારે એજન્ટે ટ્રેક ઉપર ટેસ્ટ પણ આપી દીધો હતો, પરંતુ ત્યારબાદ હાજર અધિકારીને આ બાબતની ખબર પડતા એજન્ટ સાથે બબાલ કરી હતી. જ્યારે મામલો બિચકતા પોલીસને બોલાવી લીધી હતી. પરંતુ પોલીસ આવ્યા બાદ પણ કોઇ પોલીસ ચોપડે નોંધ થઇ નથી.ગાંધીનગર આરટીઓ કચેરીમાં ગત રોજ બપોરના સમયે ડ્રાઇવીંગ ટ્રેક ઉપર બલાલ થઇ હતી. અમદાવાદના એજન્ટે તેની પાસે આવેલા અરજદારની જગ્યાએ પોતે ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા કારમા બેસી ગયો હતો અને ટેસ્ટ આપ્યો હતો. પરંતુ આ બાબતની સ્થળ ઉપર હાજર અધિકારીઓને જાણ થતા એજન્ટ સાથે બબાલ કરી હતી અને પોલીસ પણ બોલાવી લીધી હતી. જોકે, મહત્વની બાબત એ છેકે, કચેરીની 100 મીટર ત્રિજ્યામા એજન્ટો માટે પ્રતિબંધ છે, છતા કેવી રીતે ટ્રેક સુધી પહોંચી ગયો?

ગાંધીનગર આરટીઓ કચેરીમાં બુધવારે બપોરના સમયે અમદાવાદનો એજન્ટ તેની પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવવા આવેલા અરજદારની જગ્યાએ ટેસ્ટ આપવા કારમાં બેસી ગયો હતો. જ્યારે એજન્ટે ટ્રેક ઉપર ટેસ્ટ પણ આપી દીધો હતો, પરંતુ ત્યારબાદ હાજર અધિકારીને આ બાબતની ખબર પડતા એજન્ટ સાથે બબાલ કરી હતી. જ્યારે મામલો બિચકતા પોલીસને બોલાવી લીધી હતી. પરંતુ પોલીસ આવ્યા બાદ પણ કોઇ પોલીસ ચોપડે નોંધ થઇ નથી.

Advertisement