For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગિફ્ટ સિટી બાદ હવે સુરત ડાયમંડ બુર્સ માં પણ દારૂ ની છૂટ પર સરકાર ની વિચારણા ......

11:56 AM Aug 05, 2024 IST | eagle
ગિફ્ટ સિટી બાદ હવે સુરત ડાયમંડ બુર્સ માં પણ  દારૂ ની છૂટ પર સરકાર ની  વિચારણા

ભારતને વૈશ્વિક હીરા વેપાર કેન્દ્ર બનવાની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે ગુજરાતના સુરતમાં એક ભવ્ય ડાયમંડ બુર્સની રચના કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતઆ દારૂ બંધ રહેતા તેને ડ્રાય સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું, પરંતુ હવે આ `દુષ્કાળ`ને સમાપ્ત કર્યા માટે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના ગાંધીનગરમાં બનાવવામાં આવેલી ગિફ્ટ સિટી બાદ ડ્રીમ (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ) સિટીમાં પણ દારૂ પ્રતિબંધના કાયદાને રદ કરવાની યોજના બનાવી રહી છે. ડાયમંડ બુર્સમાં દારૂની બંદીને રદ કરવાનો નિર્ણય દેશ સહિત દુનિયાભરના બિઝનેસને અહીં આકર્ષવાનો છે. દારૂ બંદી રદ કરવાની દરખાસ્ત મંજૂર થયા બાદ ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. જો બધુ યોજના મુજબ ચાલે તો બે મહિનામાં જાહેરાત થવાની શક્યતા છે.

Advertisement