E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

01:23 PM Sep 30, 2024 IST | eagle

હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી સોમવારથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. માત્ર અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સાથે જ નવરાત્રિમાં પણ ભારે વરસાદની શક્યતા નહિવત છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. હવે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મેહસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી છે. ખેડા,આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં હળવા વરસાદની આગાહી છે.

Next Article