E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

ગુજરાતમાં જંત્રી બમણી કરવાનો નિર્ણય : સમગ્ર રાજ્યમાં સોમવારથી થશે અમલ

01:23 AM Feb 05, 2023 IST | eagle

ગુજરાત સરકાર 31 માર્ચ 2011થી અમલમાં રહેલી જંત્રીના દરોમાં વધારો કર્યો છે. ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી આ નિર્ણય અમલમાં આવશે. એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં રહેશે. જોકે હાલમાં સમગ્ર રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે. સર્વે પૂર્ણ થયા બાદ અમલમાં નવી જંત્રી આવશે.

ગુજરાત રાજ્યમાં ગુજરાત અધિનિયમ 1958ની કલમ 32-કના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની જમીનો/ સ્થાવર મિલકતોની બજરકિંમત નક્કી કરવા માટેની ગાઇડલાઇન વેલ્યુ (જંત્રી) સમયાંતરે નક્કી કરવામાં આવે છે. હાલમાં રાજ્યમાં વર્ષ 2011થી અમલમાં મૂકવામાં આવેલા સદર ભાવો 12 વર્ષથી અમલમાં છે. જોકે હવે રાજ્યમાં વિકાસ અને ઔધોગીક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી આ ભાવ વધારો કરવામાં આવ્યો છે.

Tags :
government of gujarat - it-has-been-decided-to-double-the-market-value-of-state-lands-immovable-properties
Next Article