ગુજરાતમાં પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત...
12:05 PM May 04, 2023 IST
|
eagle
ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની ગઈ કાલથી અમદાવાદની મેટ્રો કોર્ટમાં શરૂઆત થઈ ગઈ છે, જેમાં વાહનચાલકના મોબાઇલમાં ટ્રાફિકના નિયમના ભંગની સ્થિતિમાં નોટિસ મોકલાઈ જશે. સમગ્ર ગુજરાત માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. એમાં ઈ-ચલણ દંડની રકમ ૯૦ દિવસમાં ન ચૂકવાય તો ઑટોમૅટિકલી ટ્રાફિક કોર્ટમાંથી ચલણ મોકલવામાં આવશે, જેમાં વાહનમાલિકના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા નોટિસ મોકલાશે. અમદાવાદ સહિતનાં શહેરોમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે, પરંતુ અમુક લોકો ઈ-મેમો પણ ભરતા નથી ત્યારે આવી સ્થિતિમાં રાજ્યમાં આ નવી પહેલ કરવામાં આવી છે.
Next Article