ગુજરાતમાં વધુ એક મોટી ઈન્ડસ્ટ્રીનું મોટું રોકાણ....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના ધ્યેયને સાકાર કરવાના પંથે ગુજરાત આગળ ધપી રહ્યું છે. ત્યારે હવે એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશન એપ્લિકેશનમાં વપરાતી કોપર ટ્યુબનું ગુજરાતમાં ઉત્પાદન થશે. ત્યારે જાન્યુઆરી-ર૦ર૪ માં ઉત્પાદન શરૂ કરવાનું પ્લાનિંગ છે. જે અંતર્ગત ગુજરાતામં 1500 જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીનું સર્જન થશે. આ માટે મેટટ્યુબ કોપર ઇન્ડીયા પ્રા.લિ અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ છયા છે.
એરકન્ડીશનીંગ અને રેફ્રિજરેશન એપ્લીકેશનમાં વપરાશમાં લેવાતી કોપર ટ્યુબનું ઉત્પાદન આગામી દિવસોમાં ગુજરાતમાં થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં આ સંદર્ભમાં ગુજરાત સરકારના ઉદ્યોગ, ખાણ વિભાગ અને કોપર ટ્યુબના ઉત્પાદન તથા વિકાસમાં અગ્રણી કંપની મેટટ્યુબ કોપર ઇન્ડીયા પ્રા.લિ. વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા.
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સાંસદ નરહરિ અમીન પણ આ MoU એક્સચેન્જ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. સાણંદ-II ઔદ્યોગિક વિસ્તારમાં મેટટ્યુબ ઇન્ડીયા પ્રા.લિ પોતાનો આ કોપર ટ્યુબ મેન્યૂફેકચરીંગ પ્લાન્ટ શરૂ કરશે જે સંભવતઃ જાન્યુઆરી ર૦ર૪માં ઉત્પાદન શરૂ કરે તેવી નેમ રાખવામાં આવી છે.