ગુજરાતમાં GPSCએ જાહેર કરી ભરતી....
01:36 PM Oct 15, 2024 IST
|
eagle
સરકારી નોકરીની તૈયારી કરતા ઉમદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સહાયક મોટર વાહન નિરિક્ષક વર્ગ ૩ની 153 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. નાયબ સેક્શન અધિકારી (કાયદા) માટે 40 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની 45 જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે. જીપીએસસી દ્વારા જાહેર આ ભરતી જાહેર કરવામાં આવી છે. આવતીકાલથી ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જુદા જુદા પદો માટે ભરતી જાહેર કરાઈ છે. જે તમામ પરીક્ષાઓમાં શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. આપને જણાવી દઈએ કે, આ ભરતી પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો આવતીકાલ એટલે કે 15 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકશે.
Next Article