E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

ગુજરાતી વકીલની બાયોપિક માટે આસારામ બાપુ ટ્રસ્ટે મેકર્સને નોટિસ મોકલી...

12:48 PM May 10, 2023 IST | eagle

અભિનેતા  મનોજ બાજપેયીની અપકમિંગ ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ નું જબરદસ્ત અને દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઓટીટી પર રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને એક સત્ય ઘટનાઓથી પ્રેરિત ઓરિઝનલ ફિલ્મ જણાવવામાં આવી રહી છે. અપૂર્વ સિંહ કાર્કીના ડાયરેક્શનમાં બનેલી આ કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ હવે કાયદાકીય વિવાદમાં ફસાતી જોવા મળી રહી છે. આસારામ બાપુ ટ્રસ્ટે ફિલ્મના મેકર્સને નોટિસ જારી કરી છે. તેમણે ફિલ્મની કહાનીને બાપુની કહાની જણાવી છે. ફિલ્મમાં  એક હાઈકોર્ટના વકીલ છે, જેણે POCSO એક્ટ હેઠળ એક સગીરાના બળાત્કારનો અસાધારણ કેસ લડ્યો હતો. મનોજ વાજપેયી ફિલ્મમાં વકીલની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના ટ્રેલરમાં  દેખાડવામાં આવ્યું છે કે આ વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત છે. ટ્રેલરને દર્શકોની સારી પ્રતિક્રિયા મળી, જેણે ટ્રેલર જોઈને અંદાજ લગાવ્યો કે ફિલ્મમાં  ગોડમેન કોઈ અન્ય નહીં પરંતુ આસારામ છે, કારણ કે ફિલ્મમાં મનોજના પાત્રનું નામ પીસી સોલંકી છે અને આ નામના વકીલે આસારામ વિરુદ્ધ કેસ લડ્યો હતો.

Next Article