E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

ગુજરાત માં હવે નવા કાયદામાં એક જ વાર સેરોગેટ મધર બની શકાશે.....

12:45 PM Jan 25, 2022 IST | eagle

વર્તમાન સમયમાં વધી રહેલા સેરોગેસી માતાના ચલણના મામલે હવે સરકારે કડક કાયદો અમલમાં મૂક્યો છે. જો તમે સેરોગેસી માતા બનવા માગો છો તો પહેલાં એકવાર આ નવા કાયદા વિશે જાણી લો. હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સેરોગેટ મધર બની શકશે. જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ અન્ય સ્ત્રીને સેરોગેટ માતા બનવામાં મદદ કરી શકશે.. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો છે. આજથી જ આ નવો સેરોગેસી રેગ્યુલેશન એક્ટ અમલમાં આવી ગયો છે. જો નિયમોનું ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ અગાઉ ભારતમાં સેરોગેસી મામલે કોઈ નિયમ ન હતાં. જે દંપતીને અન્યની કૂખમાંથી બાળક લેવું હોય તો સરળતાથી લઈ શકતા હતા અને તેનો ચાર્જ ચૂકવી દેતા હતા. પણ આ ચલણ હાલ ખુબ જ વધી ગયું છે, ત્યારે તેની સામે સરકારે કડક નિયમો બનાવી દીધા છે. સરકારે બનાવેલા નવા નિયનોને એક વાર સમજી લેવાની જરૂર છે. કેમ કે, જો નિયમનો ભંગ થશે તો કડક સજા ભોગવવી પડશે.

Next Article