For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ગૃહમંત્રી અમિત શાહે કચ્છ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું

12:57 AM Jun 18, 2023 IST | eagle
ગૃહમંત્રી અમિત શાહે કચ્છ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય વાવાઝોડાએ દરિયાકાંઠાના વિસ્તારને ભારે નુકસાન પહોંચાડયુ છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ નજીક લેન્ડફોલ થયુ હતું અને વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારમાં વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા આગમચેતી રુપે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેના પગલે મોટી જાનહાની ટળી હતી. જો કે વાવાઝોડાને પગલે હજુ પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના કચ્છમાં ચક્રવાત બિપોરજોયના કારણે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું છે. તેમણે માંડવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાં દાખલ લોકો સાથે મુલાકાત કરી હતી. આ સિવાય અમિત શાહ 5 વાગે ભુજમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

Advertisement
Tags :