E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

ચીનમાં જ કોરોના વાયરસ બન્યો અને વિશ્વમાં લીક થયો....

10:24 AM Feb 28, 2023 IST | eagle

કોરોના એક એવો વાયરસ છે જેને દુનિયામાં તબાહી મચાવી દીધી છે. કોરોના વાયરસ વિશે ઘણા સમયથી ચર્ચાઓ-આશંકાઓ ચાલી રહી હતી કે તે ચીનની કોઈ લેબમાંથી બહાર આવ્યો હોવો જોઈએ પરંતુ હવે આ અંગે અમેરિકાના એક નવા રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે.  અમેરિકાના તાજેતરના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાઇરસની શરૂઆત ચીનમાંથી જ થઇ હતી, ચીનની એક લેબમાંથી આ વાઇરસ લીક થઇ ગયો હતો, અને ચીનમાં ફેલાયા બાદ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું હતું. એટલે કે ચીનમાં જ આ વાઇરસ બન્યો હતો જેણે લાખો લોકોનો ભોગ લીધો હતો. આ સાથે જ એમ પણ કહેવામાં આવે છે કે આ વાઇરસ ચીનના શસ્ત્ર કાર્યક્રમનો ભાગ નહોતો. એટલે કે આ વાયરસનો ઉપયોગ હથિયાર બનાવવાના ભાગરૂપે કરવામાં આવતો નહોતો. WHO અનુસાર, કોરોના વાયરસના કારણે વિશ્વમાં અત્યાર સુધીમાં 70 લાખ લોકોના મોત થયા છે.આ અંગેની વિગતોમાં અનેકવાર મતમતાંતર થયા છે. કોઈ સ્પષ્ટ નથી કહેતું કે ચીનમાંથી આ વાયરસ લીક થયો છે અને ચીન સ્વીકારતું પણ નથી. વોલ સ્ટ્રીટ જર્નલના જણાવ્યા મુજબ અમેરિકાના એનર્જી વિભાગ દ્વારા બહાર પડાયેલા આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે અમારા આ સંશોધનમાં વિજ્ઞાાનના નિષ્ણાતોનો સમાવેશ કરાયો હતો. સાથે જ અમેરિકાની લેબોરેટરીને સાથે રાખીને એક બાયોલોજિકલ રીસર્ચ હાથ ધરાયું હતું. અગાઉ અમેરિકાનો આ એનર્જી વિભાગ કોરોના વાઇરસ ક્યાંથી આવ્યો તેને લઇને અસમંજસની સ્થિતિમાં હતો, જોકે તાજેતરના રિપોર્ટમાં સ્પષ્ટ થઇ ગયું છે કે આ વાઇરસની શરૂઆત ચીનની એક લેબમાંથી જ થઇ હતી.

Next Article