E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી....

10:58 AM Sep 17, 2024 IST | eagle

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી (J&K Election) યોજાઈ રહી છે. ત્રણ તબક્કામાં યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે આવતીકાલે એટલે કે બુધવારે (18 સપ્ટેમ્બર) મતદાન થશે. આજે મંગળવારે સવારે મતદાન પ્રક્રિયાના કર્મચારીઓ મતદાન સ્થળો માટે રવાના થયા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ જોવા મળ્યા હતા. પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની કુલ 24 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. જેના માટે કુલ 219 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.પ્રથમ તબક્કામાં કાશ્મીર વિભાગની કુલ 16 બેઠકો પર મતદાન થશે. તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયા, ડીએચ પોરા, કુલગામ, દેવસર, દુરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ અને પહેલગામનો સમાવેશ થાય છે. જ્યારે જમ્મુ વિભાગની 8 બેઠકો પર પણ આવતીકાલે મતદાન થશે. જેમાં ઈન્દરવાલ, કિશ્તવાડ, પદ્દાર-નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલમાં મતદાન થશે.

Next Article