For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

જાણીતી ફાર્મા કંપની કેડિલાના CMD વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ!

11:02 AM Nov 22, 2023 IST | eagle
જાણીતી ફાર્મા કંપની કેડિલાના cmd વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ

ત્રણ વર્ષ પહેલા પત્નીને ડિવોર્સમાં 200 કરોડ આપીને ચર્ચામા આવેલા કેડિલા કંપનીના સીએમડી રાજીવ મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અમદાવાદની જાણીતી દવા કંપની કેડિલાના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ તેમની પર્સનલ આસિસ્ટન્ટે જાતીય સતામણીની ફરિયાદ કરી છે. મૂળ બલ્ગેરિયાની યુવતીએ રાજીવ મોદી સામે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. બલ્ગેરિયાની યુવતીની અરજીની સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધ ન લેતા યુવતીએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેણે કરેલી રિટ અરજીમાં સીએમડી વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૨૩, ૫૦૪ અને ૫૦૬ મુજબ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી ફરિયાદ કરી છે. ત્યારે જસ્ટિસ જે.સી.દોશીએ નીચલી કોર્ટમાંથી કેસના રેકર્ડ એન્ડ પ્રોસીડીંગ્સ મંગાવતો નિર્દેશ કર્યો છે. તેમજ યુવતીની અરજી પર વધુ સુનાવણી તારીખ 4 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. સીએમડી સાથે તેને કંપનીના કામે ઉદયપુર, જમ્મુ સહિતના જુદા જુદા સ્થળોએ જવાનું થતુ હતું. સીએમડીએ તેણીને એટલે સુધી જણાવ્યું હતું કે, નોકરી કરવી હોય તો તેમાં બાંધછોડ પણ કરવી પડે. સીએમડી ઘણી વખત અન્ય લોકોની હાજરીમાં પણ તેણીની સાથે અણછાજતું વર્તન કરતા હતા. કંપનીના સીએમડીની સાથે કંપનીના જ અન્ય એક ઉચ્ચ અધિકારી જોન્સન મેથ્યુ પણ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા છે.

Advertisement