E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

જાહ્નવી કપૂરની ‘મિલી’ ૪ નવેમ્બરે રિલીઝ થવાની છે...

01:30 PM Oct 14, 2022 IST | eagle

જાહ્નવી કપૂર સેટ પર સૌથી વધુ મહેનત કરે છે. તેનું કહેવું છે કે લોકોને તેને લઈને કેટલીક ગેરસમજણ છે. ૨૦૧૮માં આવેલી ‘ધડક’ દ્વારા તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે શ્રીદેવી અને બોની કપૂરની દીકરી છે એ વાત તો સૌકોઈ જાણે છે. તેનું કહેવું છે કે લોકો એમ માને છે કે તે તેની પોઝિશનનો ખોટો ફાયદો પણ ઉઠાવે છે. એ વિશે જાહ્‍નવીએ કહ્યું કે ‘લોકો એમ માને છે કે હું મારી પોઝિશનનો ફાયદો ઉઠાવું છું. મને લઈને લોકોમાં આ સૌથી મોટી ગેરસમજણ છે. તેમને લાગે છે કે મારી પાસે પ્રિવિલેજ છે, એથી હું સખત મહેનત કરવાથી અજાણ છું. હું કદાચ સૌથી વધુ ટૅલન્ટેડ નહીં હોઉં અથવા તો સૌથી વધુ સુંદર પણ નહીં હોઉં. મારી પાસે દેખાડવા માટે એવી કોઈ સ્કિલ પણ નહીં હોય, પરંતુ હું તમને પ્રૉમિસ કરું છું કે સેટ પર હું સૌથી વધુ મહેનતુ વ્યક્તિ છું. આ બાબત તો હું લોહીથી લખીને પણ આપવા તૈયાર છું, જેથી તમે મારી કામની રીતભાત પર સવાલ ન કરી શકો.’પોતાની કરીઅરની ચૉઇસ વિશે જાહ્નવીએ કહ્યું કે ‘હું એક જ વસ્તુ વારંવાર નથી કરવા માગતી, કારણ કે એનાથી હું કંટાળી જાઉં છું. એક જ વસ્તુને રિપીટ કરવી મને નથી પસંદ. પોતાની જાતને ચૅલેન્જ કરવું ગમે છે, કારણ કે એનાથી જ મારો વિકાસ થશે. નહીં તો એમ લાગશે કે હું સમય વેડફી રહી છું.’

Next Article