For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

જી-20 મીટિંગઃ ભારતના યુક્રેન મુદ્દે સંયુક્ત નિવેદન જારી થાય તે માટેના પ્રયાસો

10:58 AM Mar 02, 2023 IST | eagle
જી 20 મીટિંગઃ ભારતના યુક્રેન મુદ્દે સંયુક્ત નિવેદન જારી થાય તે માટેના પ્રયાસો

દેશની રાજધાની નવી દિલ્હીમાં ગુરુવારે G20-Joint statement યોજાનારી વિશ્વના સૌથી શક્તિશાળી 20 દેશો G-20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ 20 દેશોના વિદેશ મંત્રીઓ (કેટલાક દેશોના નાયબ વિદેશ મંત્રીઓ) ઉપરાંત નવ ખાસ આમંત્રિત દેશોના વિદેશ મંત્રીઓ અને 13 વૈશ્વિક સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે. આ પહેલીવાર છે જ્યારે આટલા વિદેશ મંત્રીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ એકસાથે ભારત પહોંચ્યા છે. યુક્રેન યુદ્ધ વિવાદ આ બેઠકમાં મુખ્ય  મુદ્દો હશે તે નિશ્ચિત છે. ભારત આ મુદ્દે સંયુક્ત નિવેદન જારી થાય તે માટે પ્રયત્ન કરી રહ્યું છે.એક તરફ રશિયા અને ચીન અને બીજી તરફ G20-Joint statement અમેરિકા-કેનેડા-ફ્રાન્સ-યુકે-જર્મનીની તૈયારીઓને જોતા ભારત ઊર્જા અને ખાદ્ય કટોકટી અને બહુરાષ્ટ્રીય એજન્સીઓમાં સુધારા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સતત આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે.  ભારતીય રાજદ્વારી યુક્રેન વિવાદ પર સામસામે ઉભેલા બંને જૂથોને સમાધાન કરવાના પ્રયાસો ચાલુ રાખ્યો હતો. વિદેશ મંત્રાલય એસ જયશંકરે બુધવારે મુલાકાત લેતા વિદેશ પ્રધાનો સાથે ચર્ચા કરવાનું ચાલુ રાખ્યું, જ્યારે ભારતના G-20 શેરપા અમિતાભ કાંત પણ મંગળવારથી અન્ય દેશોના શેરપાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. વાતચીતની માહિતી પીએમ નરેન્દ્ર મોદીને પણ આપવામાં આવી રહી છે.

Advertisement