For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ઠંડીમાં ઠૂંઠવાઈ રહેલું ગુજરાત હજી વધુ ઠૂંઠવાશે , નલિયા ૫.૮ ડિગ્રીમાં ઠંડુંગાર બન્યું

02:05 PM Dec 27, 2022 IST | eagle
ઠંડીમાં ઠૂંઠવાઈ રહેલું ગુજરાત હજી વધુ ઠૂંઠવાશે   નલિયા ૫ ૮ ડિગ્રીમાં ઠંડુંગાર બન્યું

ગુજરાતમાં એક તરફ પડી રહેલી ઠંડી અને બીજી તરફ ઠંડાગાર પવન ફૂંકાતા ઠંડીમાં ગુજરાત જાણે ઠૂંઠવાઈ ગયું છે. આટલું ઓછું હોય એમ હજી પણ ગુજરાત ઠૂંઠવાશે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી સાથે ગુજરાતમાં ચારથી પાંચ દિવસ ઠંડી રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

ગઈકાલે નલિયામાં ૫.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેતાં નલિયાવાસીઓએ અસહ્ય ઠંડીનો સામનો કર્યો હતો, તો બીજી તરફ ડીસામાં ૯.૬ ડિગ્રી સેલ્સિયસ, કંડલા ઍરપોર્ટ વિસ્તારમાં ૯.૭, ભુજમાં ૧૦, રાજકોટમાં ૧૦.૨, સુરેન્દ્રનગરમાં ૧૧.૫, ગાંધીનગરમાં ૧૧.૭, મહુવામાં ૧૧.૯ અને અમદાવાદમાં ૧૩.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.

Advertisement