ડાયાબિટીસ મુક્ત ગુજરાતના ગાંઘીનગર ખાતે શિબીર પૂર્ણ...
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા
આયોજિત અને ચેરમેન શ્રી શિસપાલજી ના માર્ગદર્શન મુજબ અને ગાંધીનગર જિલ્લા ના કોઓર્ડીનેટર ભાવના જોશી દ્વારા તારીખ ૧૪ /૧૧/ ૨૪ થી ૨૮/૧૧/૨૪ ના રોજ યોજાઈ ગઈ. આ શિબિરનું ઉદ્ઘાટન ઝોન કોર્ડીનેટર અજીતભાઈ , સ્મિતાબેન, સિનિયર યોગ કોચ યોગેશ જનસારી, આશાબેન અને યોગ ટ્રેનર મનોજભાઈ વિગેરે એ કરેલ અને યોગ બોર્ડ ના સ્ટાફ સચિન ભાઇ સોશિયલ મી.પ્રભારી પ્રિયાબેન અને બ્રહ્મ અગ્રણી ડૉ .અશ્વિન ત્રિવેદી , જિલ્લા હોમ ગાર્ડ કમાંડર પ્રજાપતિ સાહેબ, વિગેરે એ ભાગ લીધેલ અને એક્સપર્ટ કોચ, દ્વારા ૧૫ દિવસ બે કલાક વ્યાયામ, આસન, પ્રાણાયામ -ધ્યાન મુદ્રા, કરાવી ૧૫ દિવસ રોજ શિબિર ના અંતે આયુર્વેદ ઉકાળા, સૂપ ,જ્યુસ ,સાધકોને આપેલા,એક્યુપ્રેસર, નેચરોપથી, આહાર વિહાર નું માર્ગ માર્ગદર્શન આપેલ અને કાર્યક્રમમાં પધારેલા આશરે ૧૦૦ સાધકોએ ૧૫ દિવસ યોગ કરી ડાયાબિટીસ ને કંટ્રોલ કરી લાભ મેળવવા માં સફળ થયેલ અને ગાંધીનગર જિલ્લા યોગ ટીમે પ્રચાર પ્રસાર કરી સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવેલો . કાર્યક્રમની આભાર વિધિ ગાંધીનગર જિલ્લાના કોઑર્ડીનેટર ભાવના જોશી એ સિનિયર યોગ કોચ અને યોગાફિટનેસ માં યોગેશ જનસારી ને જિલ્લા યોગ ટીમ માં મેન્ટર તરીકે જાહેર કરેલ અને કાર્યક્રમમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સાથ અને સહકાર આપનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સાથે જોડાવા અને યોગ ટ્રેનર બનવા આહવાન કરેલું અને સમગ્ર ગાંધીનગર શહેર અને જિલ્લા ના છેવાડાના ગામડા અને દરેક સોસાયટીઓ સુધી યોગ કેન્દ્રો શરૂ કરવા સંપર્ક કરવા જણાવેલું.