For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

દિલ્હીમાં આતિશીએ મુખ્યમંત્રી પદની કમાન સંભાળી...

12:05 PM Sep 24, 2024 IST | eagle
દિલ્હીમાં આતિશીએ મુખ્યમંત્રી પદની કમાન સંભાળી

નવા મુખ્યમંત્રી આતિશીએ પોતાનું પદ સંભાળી લીધું.જોકે તેઓ સીએમ ઓફિસમાં એક ખુરશી ખાલી રાખીને બાજુમાં બીજી ખુરશી પર બેઠા અને કહ્યું કે, “જે રીતે ભરતે પોતાનું સિંહાસન સંભાળેલું તે જ રીતે હું દિલ્હી સંભાળવાની.” નવા સીએમ આતિશીએ એવું પણ કહ્યું કે, “4 મહિના પછી લોકો ફરી કેજરીવાલને આ ખુરશી પર બેસાડવાના છે. જેથી ત્યાં સુધી આ ખુરશી સીએમના રૂમમાં જ રહેશે અને કેજરીવાલની રાહ જોશે.”બીજી તરફ દિલ્હી ભાજપના જિલ્લા અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, “આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી પદની ગરિમાની સાથે દિલ્હીની જનતાની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ કોઈ આદર્શનું પાલન નથી પણ ચાપલૂસી છે.” વધુમાં તેમણે એવું પણ કહ્યું કે, “કેજરીવાલ જવાબ આપે કે શું તેઓ આ રીતે રિમોટ કંટ્રોલ દ્વારા દિલ્હીની સરકાર ચલાવશે?”

Advertisement