For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

દિલ્હીમાં પ્રદૂષણ ભયાનક સ્તરે.....

11:58 AM Nov 04, 2022 IST | eagle
દિલ્હીમાં પ્રદૂષણ ભયાનક સ્તરે

દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદૂષણને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે દિલ્હીની પ્રાથમિક શાળાઓ આવતીકાલથી આગામી આદેશ સુધી બંધ રહેશે. આ માટે નવી જાહેરાત કરવામાં આવશે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઉત્તર ભારતને પ્રદૂષણથી બચાવવા માટે કેન્દ્રએ વિશેષ પગલાં લેવાની જરૂર છે. હવે આક્ષેપબાજી અને રાજકારણનો સમય નથી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઓડ-ઈવન પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો જરૂરી હોય તો, ઓડ-ઇવન લાગુ કરી શકાય છે. અને જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી દિલ્હીમાં પ્રાથમિક શાળાઓ બંધ રહેશે.  અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું કે કોઈપણ બાળકને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.ઉલ્લેખનીય છે કે દિલ્હીની હવા સતત ઝેરીલી થતી જઈ રહી છે અને હવે રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તા સૂચકાંક અતિ ગંભીર શ્રેણીમાં પહોંચવાની નજીક છે, ત્યારે આવી ખતરનાક હાલતને જોતા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે ગુરુવારે દિલ્હી અને આજૂબાજૂના વિસ્તાર એનસીઆર જિલ્લામાં ડીઝલવાળા ફોર વ્હીલર્સ વાહનોને ચાલવા અને રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. CAQM ની સાથે જ દિલ્હી-એનસીઆરમાં બગડી રહેલી ગુણવત્તાને જોતા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના ચોથા તબક્કા અંતર્ગત કેટલાય ઉપાયો લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

Advertisement