For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

દ્રોપદી મુર્મૂ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા, રચાયો ઇતિહાસ...

11:34 AM Jul 26, 2022 IST | eagle
દ્રોપદી મુર્મૂ દેશના 15મા રાષ્ટ્રપતિ બન્યા  રચાયો ઇતિહાસ

દ્રોપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ બન્યા છે. મુખ્ય ન્યાયધીશ એનવી રમણે દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ  અપાવ્યા છે. દ્રોપદી મુર્મૂએ પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનીને ઇતિહાસ રચ્યો છે. દ્રોપદી મુર્મૂ આઝાદી પછી જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. આ સિવાય તે સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ પણ બન્યા છે. પ્રતિભા પાટીલ પછી રાષ્ટ્રપતિ બનનાર તે બીજા મહિલા છે .

દ્રોપદી મુર્મૂએ દેશના સર્વોચ્ચ સંવૈધાનિક પર પર બેસાડવા માટે બધા સાંસદો અને ધારાસભ્યોનો આભાર માન્યો હતો. તેમણે પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું કે રાષ્ટ્રપતિ પદ પર મારી પસંદગી મારી વ્યક્તિગત ઉપલબ્ધિ નથી. આ દેશના દરેક ગરીબની ઉપલબ્ધિ છે. દેશનો દરેક ગરીબ વ્યક્તિ મારામાં પોતાનું પ્રતિબંધ જોઇ શકે છે. હું ઓરિસ્સાાના જે ગામમાં જન્મી છું ત્યાં સ્કૂલ જવું એક સપનું હતું. હું પોતાના ગામમાંથી કોલેજ જનાર પ્રથમ યુવતી હતી.

Advertisement