For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

ધો. 1થી 8ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2025-26 થી ફરી કોર્સ બદલાશે....

01:02 PM Sep 26, 2024 IST | eagle
ધો  1થી 8ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષ 2025 26 થી ફરી કોર્સ બદલાશે

આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધો.1 થી 8માં વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે. જેથી 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા આવશે. ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન સહિતના વિવિધ વિષયોના પુસ્તકો તમામ માધ્યમોમાં બદલાશે. જ્યારે ધો.12માં અર્થશાસ્ત્ર વિષયમાં પણ એક નવુ પ્રકરણ ઉમેરાતા આ વિષયનું પુસ્તક પણ બદલીને નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવાશે. લાખોની સંખ્યામાં પુસ્તકો નવા પ્રિન્ટ કરીને સ્કૂલોમાં મોકલાશે.ગુજરાત રાજ્યના પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી વિવિધ ધોરણમાં નવા પુસ્તકો લાગુ કરવામા આવનાર છે અને હાલના પુસ્તકો રદ કરી તેના સ્થાને નવા પુસ્તકો સ્કૂલોમાં લાગુ થશે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ ધો.8 માં ગણિત(દ્વિભાષી) તમામ માધ્યમમાં, ધો.3 અને 6 માં ગણિત તમામ માધ્યમમાં, ધો.6 માં અંગ્રજી દ્વિતિય ભાષા ગુજરાતી માધ્યમમાં તથા ધો.7માં અનિવાર્ય સંસ્કૃતમ અને 2 તથા ગણિત, વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાન અને સર્વાંગી શિક્ષણ વિષયના પુસ્તકો નવા લાગુ થશે. ધો.8 માં વિજ્ઞાન દ્વિભાષી તમામ માધ્યમમાં અને ગુજરાતી પ્રથમ ભાષા ગુજરાતી માધ્યમમાં બદલાશે.

Advertisement