E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે યુનિયન બજેટ રજૂ કરશે

10:38 AM Jan 31, 2023 IST | eagle

નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીએ યુનિયન બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી પહેલા સરકાર તરફથી રજૂ થનારા આ અંતિમ પૂર્ણ બજેટથી લોકોને ખુબ આશાઓ છે. લોકો એવી આશા કરી રહ્યા છે કે બજેટ તેમની અપેક્ષાઓ પ્રમાણે હશે. નાણામંત્રીનું આ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ છે.બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે કહ્યું કે, બજેટ અને હેતુઓને સંભાળવાની એક પ્રક્રિયા છે, જેમ કે રાજકોષીય સૂજબૂજ, મોંઘવારી વગર આર્થિક, બિનકર સ્ત્રોતોથી વધુ સંસાધન ભેગા કરવા અને જરૂરિયાતો મુજબ છૂટછાટ આપવી. તેમણે કહ્યું કે, આમ તો બધી ચીજો અલગ અલગ છે આથી નાણામંત્રી તમામ મોરચાઓ પર નિર્ણાયક રીતે આગળ વધવા માટે સૂજબૂજથી પગલાં ભરશે. લોકસભા ચૂંટણીઓ પહેલા અંતિમ પૂર્ણ બજેટ હોવાના કારણે સીતારમણ નોકરીયાત વર્ગ અને નાના વેપારીઓને આવકવેરામાં રાહત આપી શકે છે. લોકોને હાઉસિંગ પ્રોપર્ટી ખરીદવા માટે પ્રેરિત કરીને અને રિયલ એસ્ટેટ સેક્ટરને બૂસ્ટ આપવા માટે હોમ લોનમાં છૂટ મર્યાદા વધારવાની માંગણી પણ થઈ રહી છે. દેશમાં રોજગાર આપવાના મામલે ખેતી બાદ બીજા સ્થાને રિયલ એસ્ટેટ જ છે.

Next Article