E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

નેટફ્લિક્સ પર રિલીઝ થઈ જુનૈદ ખાનની પહેલી ફિલ્મ "Maharaj"

12:10 PM Jun 26, 2024 IST | eagle

આમિર ખાનના દિકરા જુનેદ ખાનની ફિલ્મ મહારાજ છેલ્લા ઘણા સમયથી વિવાદમાં અને ચર્ચામાં હતી. જુનેદ ખાનની આ ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન પી સિદ્ધાર્થ મલ્હોત્રાએ કર્યું છે. જુનેદ ખાનની ડેબ્યુ ફિલ્મ 14 જૂને જ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. પરંતુ વિવાદના કારણે આ ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ગુજરાત હાઇકોર્ટમાં મહારાજા ફિલ્મની રિલીઝને અટકાવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે હાઇકોર્ટે 21 જુને પોતાનો નિર્ણય મહારાજ ફિલ્મના પક્ષમાં સંભળાવ્યો અને ફિલ્મની રિલીઝને લીલી જંડી મળી ગઈ. ગુજરાત હાઇકોર્ટે ફિલ્મને લઈને વધતા વિવાદને જોતા ફિલ્મને ઓટીટી પર રિલીઝ થતા પહેલા અટકાવી હતી અને કહ્યું હતું કે કોર્ટ ફિલ્મને જોશે ત્યાર પછી ફિલ્મની રિલીઝ પર નિર્ણય સંભળાવશે. 21 જુને ગુજરાત હાઇકોર્ટે મહારાજ ફિલ્મના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો. કોર્ટ તરફથી લીલી ઝંડી મળી જતા યશરાજ ફિલ્મ્સે પણ સમય ગુમાવ્યા વિના ફિલ્મને તુરંત જ ઓનલાઇન સ્ટ્રીમ કરી દીધી.

Next Article