પંચતત્વમાં વિલીન થયા પૂર્વ PM ડૉ મનમોહન સિંહ
01:00 AM Dec 29, 2024 IST | eagle
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે બપોરે 12 વાગ્યે નિગમબોધ ઘાટ પર રાજ્ય સન્માન સાથે યોજાશે. ગુરુવાર, 26 ડિસેમ્બરે, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. તેમના નિધન પર શુક્રવારે દેશના ઘણા નેતાઓ જેમ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રાહુલ ગાંધી સહિતે શ્રદ્ધાંજલિ આપી હતી. આજે દેશ એક શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી, RBI ગવર્નર અને વડાપ્રધાન તરીકેના તેમના યોગદાનને યાદ કરી રહ્યો છે.
Advertisement