E-PaperEntertainment/SportsGujaratHot NewsIndiaGandhinagarPhoto ColumnTantriNavratri PhotosNewsSocial NewsUncategorisedUncategorizedUncategorizedVideo

પથિકાશ્રમ સંકુલમાં બનાવવામાં આવેલા "તરંગ"ની ડિઝાઇનને ‘વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટિવલ’ની ફાઇનલમાં નોમિનેશન

05:13 PM Aug 06, 2024 IST | eagle

ગાંધીનગરમાં પથિકાશ્રમ સંકુલમાં બનાવવામાં આવેલા તરંગની ડિઝાઇનને વિશ્વના સૌથી મોટા આર્કિટેક્ચર ફેસ્ટીવલ- વર્લ્ડ આર્કિટેક્ચર ફેસ્ટીવલમાં ફાઇનલ નોમિનેશન મળ્યું છે. તરંગની ડિઝાઇન ગાંધીનગરના આર્કીટેક્ટ દંપતી સ્નેહલ સુથાર અને ભદ્રી સુથાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ દંપતિએ ડિઝાઇન કરેલા પાંચ પ્રોજેક્ટ ફાઇનલિસ્ટ તરીકે પસંદ કરાયા છે.

સુથાર દંપતી દ્વારા માનવીની ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘’ભવિષ્યનું ઘર’’ તરીકે એગ્રીટેક્ચર હોમ અને ભવિષ્યની શાળા તરીકે એગ્રીટેક્ચર સ્કૂલની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ બંને પ્રોજેક્ટને પણ વર્લ્ડ આર્કિટેક્ચરલ ફેસ્ટીવલમાં નોમિનેશન મળ્યું છે. ફ્યુચર હોમને બે કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે.

Next Article