For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ PM મોદીની CCS સાથે બેઠક

01:05 AM Oct 06, 2024 IST | eagle
પશ્ચિમ એશિયામાં વધતા જતા તણાવને લઈ pm મોદીની ccs સાથે બેઠક

ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદથી પશ્ચિમ એશિયામાં સતત તણાવ વધી રહ્યો છે. મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં નવા તણાવ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજી હતી. સૂત્રોએ જણાવ્યું કે, ત્યાં વધી રહેલા તણાવ અને ભારત પર તેની સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટની બેઠક પહેલા કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક યોજાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીની આગેવાની હેઠળની બેઠકમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંકટ અને ભારત પર તેની સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગલ્ફ રિજનમાં વધી રહેલા સંકટને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલના પુરવઠાને અસર થવાની અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવાની શક્યતા છે. તેનાથી ભારત સાથેના વેપાર પર પણ અસર પડી શકે છે.

પશ્ચિમ એશિયાને લઈને ભારત ચિંતિત
ભારતે મધ્ય પૂર્વ ક્ષેત્રમાં વધી રહેલા સંઘર્ષ અને વધતા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સંબંધિત પક્ષોને સંયમ રાખવાનો અનુરોધ પણ કર્યો છે. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ સંઘર્ષ વ્યાપક સ્વરૂપ લેવો જોઈએ નહીં. તેમણે તમામ મુદ્દાઓને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવા માટે પણ આહ્વાન કર્યું છે.

Advertisement