પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં રહેણાંક મકાનમાં ભીષણ આગ....
ગુજરાતના પાટણ જિલ્લામાં એક આગની ઘટનામાં બે લોકોનું કરૂણ મોત થયા હોવાની માહિતી સામે આવી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બુધવારે રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોમાં ચાર વર્ષને એક બાળક સાથે 65 વર્ષની વૃદ્ધ મહિલાનો સમાવેશ થાય છે. રાત્રે પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા ત્યારે આ આગની ઘટના બની હતી.આ ઘટના બાબતે મળેલી માહિતી મળતી માહિતી મુજબ સિદ્ધપુરના એક ઘરમાં અચાનક લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ઘરના સભ્યો બહાર આવી શક્યા ન હતા. આગ લાગ્યા બાદ વિસ્તારમાં ભારે હોબાળો ફેલાઈ ગયો હતો. આગી આ આખા ઘરને લપેટમાં લીધું હતું. આગ પર કાબૂ મેળવ્યા બાદ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પાલિકાની બે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગ ઓલવાઈ ત્યાં સુધીમાં ઘરની મોટાભાગની વસ્તુઓ જેમ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો, ફર્નિચર અને અન્ય ઘરવખરીનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં (Gujarat Fire Incident) મોકલવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને મામલાની તપાસ શરૂ કરી. પ્રશાસન દ્વારા આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ કરૂણ અકસ્માતને પગલે આસપાસના લોકોમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.