For the best experience, open
https://m.eaglenews.in
on your mobile browser.

પીએમ મોદી : રાજસ્થાનમાં ભાજપ જીતશે તો પેટ્રોલના ભાવ ઓછા થશે...

06:26 PM Nov 20, 2023 IST | eagle
પીએમ મોદી   રાજસ્થાનમાં ભાજપ જીતશે તો પેટ્રોલના ભાવ ઓછા થશે

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ પાર્ટી અને અશોક ગેહલોત સરકાર પર પ્રહારો કાર્ય હતા. સોમવારે પાલીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે રાજસ્થાનની કોંગ્રેસ સરકારે પાંચ વર્ષમાં રાજ્યને પછાત કરી દીધું છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના પડોશી રાજ્યોમાં પેટ્રોલ 97 રૂપિયા પ્રતિ લિટરે મળે છે પરંતુ અહીં તે 12 રૂપિયા પ્રતિ લિટર મોંઘું છે. પીએમ મોદીએ વચન આપ્યું હતું કે જો રાજસ્થાનમાં 3 ડિસેમ્બરે ભાજપની સરકાર બનશે તો પેટ્રોલના ભાવ એક જ ઝાટકે ઘટશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળશે.રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ સોમવારે આરોપ લગાવ્યો કે તેઓ માટે ભ્રષ્ટાચારથી મોટું કંઈ નથી અને તે દલિતો પર અત્યાચાર કરનારાઓને જોઈને આંખો બંધ કરી લે છે. તેમણે વધુ માં કહ્યું, ‘આજે સમગ્ર દેશ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યો છે. 21મી સદીમાં ભારત જે ઉંચાઈઓ પર પહોંચશે તેમાં રાજસ્થાન મોટી ભૂમિકા ભજવશે. તેથી રાજસ્થાનમાં એવી સરકાર હોવી જરૂરી છે જે તેના વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે.

Advertisement